
મુંબઇ,સિક્વલ અથવા ફ્રેન્ચાઇઝી ફિલ્મોમાં, ઘણીવાર એવું જોવા મળે છે કે નિર્માતાઓની પ્રાથમિક્તા મૂળ ફિલ્મના કલાકારો સાથે ફ્રેન્ચાઇઝીને આગળ લઈ જવાની હોય છે. ઘણા ફિલ્મ નિર્માતાઓએ નવા કલાકારો સાથે ફ્રેન્ચાઇઝીને આગળ ધપાવી છે, પરંતુ પછી તેઓએ આખી વાર્તા શરૂઆતથી શરૂ કરવી પડી.
હવે આ બંને ફિલ્મોની સિક્વલ ફિલ્મોની તૈયારીઓ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે અભિનેતા આવતા વર્ષથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. અભિનેતા સંપૂર્ણપણે નવી ટીમ સાથે સન ઓફ સરદાર ૨ બનાવશે. આમાં ડિરેક્ટરથી લઈને કાસ્ટ સુધીની આખી ટીમ નવી હશે. અહેવાલો અનુસાર, સન ઓફ સરદાર ૨ મૂળ ફિલ્મમાંથી માત્ર અજય દેવગન જ જોવા મળશે. અભિનેત્રી સોનાક્ષી અને સંજય બંને સિક્વલમાં નહીં હોય.
માહિતીના આધારે અજય દેવગન આ વર્ષે જૂનથી લંડનમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તો પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર વિજય કુમાર અરોરા સાથે ફિલ્મ સન ઓફ સરદાર ૨ માટે વાતચીત થઈ છે. સન ઓફ સરદાર ૨ તેની પ્રથમ હિન્દી ફિલ્મ હશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે ૨૦૨૫ના મધ્યથી શરૂ કરવાની યોજના છે. હાલમાં અજય સિંઘમ અગેઈન અને રેઈડ ૨ના શૂટિંગમાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને ફિલ્મો મે સુધીમાં પૂરી થઈ જશે.