પંચમહાલ ખાણ-ખનિજ વિભાગે ગોધરાના તુમાડીયા મોર્યા ગામેથી નદી માંથી રેતી ખનન કરતાં હિટાચી મશની સહિત 50 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

ગોધરા,પંચમહાલ જીલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમે બાતમીના આધારે ગોધરા તાલુકાના તુમાડીયા મોર્યા ગામે નદી માંથી ગેરકાયદેસર રીતે હિટાચી મશીન વડે રેતીનું ખનન કરવામાં આવતું હોય તે સ્થળે રેઈડ કરી હિટાચી મશીન સહિત 50 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો.

પંચમહાલ જીલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરીને ડામવા માટે દિવસ અને રાત્રીના સમયે તપાસ કાર્યવાહી કરીને ગેરકાયદેસર ખનિજની ચોરી કરી વહન કરતાં તેમજ ખનન સ્થળે રેઈડ કરીને વાહનો તેમજ ઈસમોને ઝડપી પાડવામાં આવતા હોય તેમ છતાં ખનિજ માફિયાઓ બેફામ બનીને ખનિજ ચોરી કરવાની પ્રવૃતિ ચાલુ રાખી છે. ખાણ ખનિજ વિભાગને બાતમી મળી હતી કે, ગોધરા તાલુકાના તુમાડીયા મોર્યા ગામે નદી માંંથી હિટાચી મશીનથી રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. તે સ્થળે ખાણ ખનિજ વિભાગ છાપો માર્યો હતો અને નદી માંથી હિટાચી મશીન સહિત 50 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. હિટાચી મશીન સહિતના મુદ્દામાલ કાંકણપુર ખાતે સીઝ કરી ખાણ ખનિજ વિભાગે દંંડનિય કાર્યવાહી હાથ ધરી છે.