
ગોધરા,ગોધરા શહેરના લુણાવાડા રોડ ઉપર આવેલ એક શોરૂમની પાસે એમજીવીસીએલની ડીપીની આજુબાજુ આકસ્મિક આગ ભભૂકી ઊઠી હતી. જેથી ગોધરામાં આગના બનાવમાં ગોધરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે આગના બનાવમાં કોઈપણ જાતની જાનહાની કે દુર્ઘટના સર્જાઈ ન હતી.
ગોધરા શહેરના લુણાવાડા રોડ ઉપર આવેલ શોરૂમ પાસે એમજીવીસીએલની ડીપીની આજુબાજુ ગઈકાલે મોડી સાંજે આકસ્મિક આગ લાગવાનો બનાવ બનતા અફડા તફડી મચી જવા પામી હતી. જેથી આજુબાજુના રહીશોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ગોધરા શહેરના લુણાવાડા રોડ પાસે આવેલ શોરૂમની પાસે એમજીવીસીએલની ડીપીની આજુબાજુ સળગી રહેલ લાકડાના પાટીયા ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.