વોશિગ્ટન, અમેરિકામાં જેમ જેમ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના દાવા અને વચનો પણ તેજ થઈ ગયા છે. વાત જાણે એમ છે કે, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર ચાલુ છે. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે જો તેઓ નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી નહીં જીતે તો અમેરિકામાં રક્તપાત થશે. મંગળવારે ટ્રમ્પે બમણી ઝડપે ફરી એક વખત તેમના આ જ નિવેદનનું પુનરાવર્તન કર્યું. તેમણે તેમના સમર્થકો સાથે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ દ્વારા લૂંટ, બળાત્કાર અને હત્યાકાંડનો સામનો કરી રહેલા અમેરિકન સમુદાયો વિશે વાત કરી.
ટ્રમ્પે સીમા સુરક્ષાને લઈને અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનને પણ ઉગ્રતાથી ઘેર્યા. તેમની ઉશ્કેરણીજનક ટિપ્પણીમાં ટ્રમ્પે બિડેન સરકાર પર નરસંહાર, અરાજક્તા અને હત્યા નો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, બિડેનના શાસનમાં અમેરિકા ડ્રગ્સથી ભરેલું છે અને વિદેશી ગુનાહિત ગેંગથી ઘેરાયેલું છે. મિશિગનના ગ્રાન્ડ રેપિડ્સમાં ભવિષ્ય વિશે ચેતવણી આપતા ભાષણમાં ટ્રમ્પે કહ્યું, હું આજે તમારી સમક્ષ જાહેર કરવા આવ્યો છું કે બિડેન સરહદ નરસંહાર… આ એક રક્તાાવ છે, આ તે છે જે આપણા દેશને નષ્ટ કરી રહ્યું છે. આ ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું કે જે દિવસે તેઓ અમેરિકામાં સત્તા સંભાળશે તે દિવસે આ બધું ખતમ થઈ જશે.
તમને જણાવી દઈએ કે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર જો બિડેન સામે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે રિપબ્લિકન નેશનલ કમિટી દ્વારા વેબસાઇટના લોન્ચ વિશે વાત કરી જે બિડેન દ્વારા સમથત ઉશ્કેરાયેલા હુમલાઓની ચેતવણી આપવા વાળી વેબસાઇટ છે. આ મહિનાની શરૂઆતમાં ઓહાયોમાં વિદેશી દેશોમાં ઓટો મેન્યુફેક્ચરિંગ નોકરીઓના સંભવિત નુક્સાન વિશે વાત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે, જો તેઓ ચૂંટણી નહીં જીતે તો દેશમાં રક્તપાત થશે.
ટ્રમ્પના નિવેદનની જો બિડેન ઝુંબેશ અને ડેમોક્રેટ્સ દ્વારા ટીકા કરવામાં આવી છે. તેમણે ટ્રમ્પના ભાષણને રાજકીય હિંસા ઉશ્કેરતું ગણાવ્યું હતું. ટ્રમ્પના સહાયકોએ આ ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે તે સ્પષ્ટ છે કે આ શબ્દનો ઉપયોગ આથક વિનાશને વર્ણવવા માટે કર્યો હતો. તમને જણાવી દઈએ કે ટ્રમ્પ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ પ્રકારની ’હેટ સ્પીચ’ માટે તેમની ઘણી વખત ટીકા કરવામાં આવે છે. નિષ્ણાતોને ડર છે કે ટ્રમ્પના આવા ભાષણથી હિંસાનું જોખમ વધી રહ્યું છે, પછી ભલે તે તેના ઘણા મુકદ્દમા વિશેની સોશિયલ મીડિયા પોસ્ટમાં હોય કે તેની રેલીઓમાં.