પાલનપુરના નવા બસપોર્ટ પરથી બે યુવતીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી

પાલનપુર, પાલનપુરમાં બે યુવતીઓએ છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનાસકાંઠાના પાલનપુરના નવા બસપોર્ટની છે, જ્યાં બે યુવતીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી છે. આ ઘટનામાં ઘાયલ બન્ને યુવતીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વાત કરીએ તો, આ બનાવ બનાસકાંઠાના પાલનપુરના નવા બસપોર્ટનો છે. જ્યાં કાફે પર પોલીસે રેડ કરી હતી. આ દરમિયાન જ બે યુવતીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કાફેમાં પોલીસે રેડ કરતાં ડરના લીધે બે યુવતીઓ ભાગી હોય અને છલાંગ લગાવી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે આ ઘટનામાં બન્ને યુવતીઓને ઇજા પહોંચી છે. જેના પગલે બન્ને યુવતીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ બંને યુવતીઓ પાલનપુર સિવિલમાં દાખલ છે, જ્યારે એક યુવતીની હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને આ બનાવ ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે ઘટનાને પાલનપુર પશ્ર્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે. પોલીસે કાફે પર રેડ પાડતાં યુવતીઓએ છલાંગ લગાવી હતી કે કોઇ બીજુ કારણ જવાબદાર છે? તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.