આગામી અઠવાડિયાથી તાપમાનમાં ૩થી ૫ ડિગ્રીનો વધારો જોવા મળે તેવી સંભાવના

અમદાવાદ, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. આગામી અઠવાડિયાથી તાપમાનમાં ૩થી ૫ ડિગ્રીનો વધારો જોવા મળે તેવી સંભાવના છે. એપ્રિલના અંતથી ૨૩ રાજ્યમાં હીટવેવનું એલર્ટ પણ અપાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એપ્રિલ મહિનામાં ગરમીમાં વધારો જોવા મળે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, બોટાદ, તાપી સહિતના જિલ્લાઓમાં ૩૯ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, ભરુચ, છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદા,પંચમહાલ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં ૩૮ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

અમદાવાદ, અરવલ્લી,દાહોદ, ડાંગ, ગાંધીનગર, મોરબી, મહેસાણા, નવસારી, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ૩૭ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, દાહોદ, જુનાગઢ, મહીસાગર,પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ૨૨ ડિગ્રી ન્યૂનત તાપમાન રહે તેવી સંભાવના છે.