Gold અને ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો

અમેરિકન ડોલરમાં આવેલી તેજીને લઈ ભારતીય રૂપિયો નબળો પડ્યો છે. તેની અસર આજે ઘરેલુ માર્કેટ પર જોવા મળી રહી છે. સોનાની આજની નવી કિંમત – સોમવારની જેમ મંગળવારે દિલ્હીના સર્રાફા બજારમાં 99.9 ટકાવાળા સોનાના ભાવ51,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને 51,989 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા છે. આ દરમિયાન કિમમતમાં 122 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઉછાળો નોંધાયો છે. એક કિલો ચાંદીના ભાવમાં 340 રૂીપિયાની તેજી નોંધાઈ છે.ઘરેલુ એક્સપર્ટનું માનવું છે કે, દેશ-દુનિયા પર કોરોના વાયરસના કેસના મામલા વધી રહ્યા છે, અને અમેરિકા તથા ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. સાથે જ, ભારત અને ચીન જેવા મોટા બજારોમાં ગ્રાહકોની ડિમાંડ નબળી છે. જેથી સોનાની કિંમત એક સીમામાં રહી શકે છે.

અમદાવાદમાં સોના-ચાંદીના આજના ભાવ – અમદાવાદમાં આજે સોનામાં 10 ગ્રામ (24 કેરેટ)નો ભાવ 52500 તથા સોનાના 10 ગ્રામ (22 કરેટ)નો ભાવ 52300 બંધ રહ્યો છે. જ્યારે ચાંદીના ચોરસાનો ભાવ 65 હજાર રહ્યો છે. દિલ્હીમાં સોનાની આજની કિંમત – સોમવારની જેમ મંગળવારે દિલ્હીના સર્રાફા બજારમાં 99.9 ટકાવાળા સોનાના ભાવ 51,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને 51989 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા છે. આ દરમિયાન કિંમતમાં 122 રૂપિયા પ્રતિ 10 ગ્રામે ઉછાળો નોંધાયો છે.

દિલ્હી ચાંદીના ભાવ – ગોલ્ડની જેમ ચાંદીની કિંમતમાં પમ તેજી જોવા મળી છે. મંગળવારે બજારમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 69,325 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને 69,665 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા છે.ગત મહિને 7 ઓગસ્ટે સોનાના ભાવ આસમાને હતા અને પ્રતિ 10 ગ્રામની કિંમત 56,200 રૂપિયા થઈ ગઈ હતી. ત્યારથી લઈ અત્યાર સુધી એટલે કે મહિનામાં જ સોનાની કિંમતમાં લગભગ 5500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સમય સોનું ખરીદવા માટેનો સારો મોકો માની શકાય છે.