
- સરકારી ઈજનેરી કોલેજ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી.
દાહોદ,દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતા અમલી છે. દાહોદ જીલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના યોગેશ નિરગુડે માર્ગદર્શન મુજબ સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે દાહોદની સરકારી ઈજનેરી કોલેજ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
આ રેલીમાં તમામ વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનરો જેવા કે, ’દસ મિનિટ દેશ માટે’, ’ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ જેવાં વિવિધ સૂત્રો દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા.
આ રેલીમાં દાહોદ મામલતદાર મનોજ મિશ્રા, ઝોનલ ઓફિસર ઈસ્હાક શેખ, નગર નિયોજક અસ્ફક કડવા, નાયબ મામલતદાર પ્રજ્ઞેશ કપાસિયા, ઇજનેરી કોલેજના સ્ટાફ ગણ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. રેલીના અંતે મતદાન માટે શપથ લેવામાં આવ્યા હતા.