
- વિવિધ પ્રવૃતિઓના માધ્યમ થકી મતદાનનું મહત્વ સમજાવતા શાળાના બાળકો.
દાહોદ,દેશના ગૌરવ સમાન લોકશાહીનો મહાપર્વ નજીક આવી રહ્યો છે તેમ તેમ દાહોદ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ મહાપર્વમાં મતદારોનો ઉત્સાહ વધે તેમજ તેઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ માટે અવ નવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દાહોદ જીલ્લાની તરવાડીયા વજા પ્રાથમિક સ્કૂલ, ખાતે લોકસભા ચૂંટણી- 2024 અંતર્ગત મતદાન જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. જેમાં ચિત્ર સ્પર્ધા તેમજ રંગોળી દ્વારા મતદાનનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓએ દરેક મતદારોને આગામી 7મી મેના રોજ લોકસભા ચૂંટણી- 2024માં અવશ્ય મતદાન કરવા આહ્વાન કર્યું હતું.