સિંગવડના રણધીપુર પોલીસ દ્વારા ઊંચા અવાજે વગાડતા ત્રણ ડીજે ડીટેઈન કરાયા

દાહોદ,દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ દ્વારા ઉંચા અવાજે વગાડતા ત્રણ ડી.જે. જેવો ગામડામાં વગાડતા હતા અને ગામડાઓમાં લોકોને રાત્રી સમયે તકલીફો ઉઠાવી પડતી હોય છે. જ્યારે ડી.જે.ના જે સરકાર દ્વારા નક્કી કર્યા મુજબના અવાજ થી વગાડવામાં આવે તો કોઈપણ પ્રકારે તેની કોઈ અસર થાય તેમ નથી પરંતુ આ ડી.જે. ઊંચા આવજે વગાડવાના લીધે તેના અવાજ ઘણો વધારે રાખવાથી લોકોને હાનિ પહોંચતી હોય છે. જ્યારે આ ગઈ રાત્રે હીરાપુર તથા સરજુમી ગામે પણ ખૂબ ઊંચા અવાજે ડીજે વગાડતા હોવાના લીધે કોઈક લોકો દ્વારા રણધીપુર પોલીસને જાણ કરાતા રણધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જીઇબી રાઠવા દ્વારા તે જગ્યાએ જઈને જોતા ખૂબ અવાજ અને સરકારના નક્કી કર્યા કરતા વધારે હોવાથી ડી.જે. વગાડતા ત્રણ ડી.જે. ને પકડી લાવીને તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરી ડીટેઇન કરીને આરટીઓનો મેમો આપવામાં આવ્યા હતા. જ્યારે આ ડી.જે.ના અવાજો શાંત થતાં ત્યાંના ઘણા લોકો દ્વારા શાંતિ અનુભવી હતી. જ્યારે ડી.જે. સંચાલકોને પણ વારંવાર કહેવા છતાં અને સરકારના નક્કી કર્યા મુજબ નિયમનું પાલન નહીં કરાતા પોલીસ તંત્રને કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડી હતી અને ડી.જે.ની બંને સાઈડમાં જે સ્પીકરો માટે બહાર કાઢવામાં આવેલી જગ્યા ના લીધે ઘણા બધા એક્સિડનો થતા હોય છે, તે પણ આ ડી.જે. સંચાલકો દ્વારા તેને વાહનોના બરોબર લેવલમાં કરવામાં આવે અને એકસિડનો થતા અટકે એમ છે માટે આ ડીજે સંચાલકો ઉપર રણધીકપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.