ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ – લોકસભા સામાન્ય ચુંટણી 2024

  • નડિયાદના રમતવીરોએ જીલ્લાના નાગરિકોને લોકસભા સામાન્ય ચુંટણી 2024માં અચૂક મતદાન કરવા અપીલ કરી

નડિયાદ,આગામી લોકસભા ચૂંટણી 2024માં ખેડા જીલ્લાનો મતદાન આંક ઉપર લઇ જવા માટે જીલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નડિયાદ સ્પોર્ટ્સ સંકુલના રમતવીરો અને કોચ દ્વારા જીલ્લાના મતદારોને લોકસભા ચૂંટણી 2024માં સૌએ અચૂક રીતે મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

નડિયાદ સ્પોર્ટ્સ સંકુલના એથ્લેટિક્સ અને વોલીબોલના રમતવીરોએ જીલ્લાના સૌ મતદારોને તા. 07 મે 2024ના રોજ મતદાન કરવા હાકલ કરી હતી. એથ્લેટિક્સ રમતવીર મિત્તલ દિલીપભાઈ સોલંકી અને દિવ્યાંગ રમતવીર ભાવિક દિનેશભાઈ ભરવાડ દ્વારા લોકશાહીના પર્વમાં સહભાગી થઈ અચૂક મતદાન માટે પ્રતિજ્ઞા લઈ અપીલ કરવામાં આવી હતી.

વધુમાં વોલીબોલ રમત સાથે સંકળાયેલા પૂર્ણા દીપકભાઈ શુક્લાએ પણ લોકશાહીના મૂલ્યોમાં દ્રઢ વિશ્ર્વાસની જાળવણી કરવા અવશ્ય મતદાન માટે પ્રતિજ્ઞા લીધી હતી. સાથે જ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર મનસુખ તાવેથિયાએ પણ જીલ્લાના તમામ રમતવીરો અને રમતગમત સાથે જોડાયેલા લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.