દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકામાં ચુનાવ પાઠશાળા કાર્યક્રમો કરવા આદેશ

દાહોદ, લોકસભા સામાન્ય ચુંટણી-2024 અંતર્ગત વિધાનસભા મત વિભાગ દિઠ જે મતદાન મથકો પર 50 ટકાથી ઓછું મતદાન થયેલ હોય તથા પુરૂષ કરતાં સ્ત્રી મતદારોનું મતદાન તુલનાત્મક રીતે 10 ટકાથી વધુ તફાવત હોય તેવા મતદાન મથકો પર પરિણામલક્ષી મતદાર જાગૃતિ કાર્યક્રમો તથા મુલાકાતો કરવાના આદેશો સાથે દાહોદ જીલ્લાની તાલુકા પંચાયત કચેરી, ગરબાડા દ્વારા ગરબાડા તાલુકાના તલાટી કમ મંત્રી, શાળાના આચાર્યો, બી.એલ.ઓ., સી.આર.સી. કો. વિગેરેને ચુનાવ પાઠશાળા કાર્યક્રમો યોજવાની સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગરબાડા તાલુકામાં સમાવિષ્ય મતદાન મથકો પૈકી 50થી ઓછા મતદાનવાળા અને પુરૂષ કરતાં સ્ત્રી મતદારનું મતદાન તુલનાત્મક રીતે 10 ટકાથી વધુ તફાવત હોય તેવા ગરબાડા તાલુકામાં આવેલ મતદાન મથકો જેમાં ભેં, છરછોડા, મીનાક્યાર, ગરબાડા, ટુંકીઅનોક, ટુંકીવજુ, ઝરીબુઝર્ગ, ભરસડા, આંબલી, બોરીયાળા, ગુલબાર, ગાંગરડા, મલીયા બુજર્ગ, વડવા, જામ્બુઆ, નાંદવા, નેલસુર, નઢેલાવ, પાટિયા, નળવાઈ, સાહડા, ચંદલા, પાટિયાઝોલ, માતવા, પાંચવાડા, નીમચ, પાંદડી, વજેલાવ, જેસાવાડા, દેવધા અને અભલોડ મળી કુલ 31 જેટલા ગામોમાં ચુનાવ પાઠશાળા કાર્યક્રમો કરી મતદારો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તેવા કાર્યક્રમો કરવા માટે તાલુકા પંચાયત કચેરી, ગરબાડા દ્વારા સંબંધિતોને સુચના આપવામાં આવી છે.