મહીસાગર જીલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી બનવા વ્યાજબી ભાવની દુકાનોના વેપારીઓના સંગઠન તથા જીલ્લાની ગેસ એજન્સીઓના સંગઠન સાથે MOU કરવામાં આવ્યા

મહીસાગર,લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મહીસાગર જીલ્લાના મતદારો ચૂંટણીમાં ઉત્સાહ પૂર્વક જોડાય અને મતદાનની ટકાવારી વધે તે હેતુસર જીલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર નેહા કુમારી દ્વારા મહીસાગર જીલ્લાની વ્યાજબી ભાવની દુકાનોના વેપારીઓના સંગઠન તથા જીલ્લાની ગેસ એજન્સીઓના સંગઠન સાથે ખઘઞ કરવામાં આવ્યા. જેમાં સંસ્થાના કર્મચારીઓ તથા ગ્રાહકોનું મતદાર યાદીમાં 100% રજીસ્ટ્રેશન તથા કર્મચારીઓ અને ગ્રાહકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા મતદાર જાગૃતિમાં સહભાગી થવા ખઘઞ કરવામાં આવ્યા.

આ MOU થી મહીસાગર જીલ્લાની 322 વ્યાજબી ભાવની દુકાનો તથા તેના 1.49 લાખ ગ્રાહકો અને જીલ્લાની 14 ગેસ એજન્સીઓ તથા તેના 1.71 લાખ ગ્રાહકોમાં મતદાર જાગૃતિ દ્વારા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મહીસાગર લુણાવાડા દ્વારા અનુરોઘ કરવામાં આવ્યો.

આ અવસરે જીલ્લા કલેકટર નેહાકુમારીએ આ સંગઠનોને લોકસભા ચુંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેની જનજાગૃતિની પહેલને બિરદાવી અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ગેસ એજન્સી અને વાજબી ભાવની દુકાનો સાથે નાગરિકો જોડાયેલા હોય છે. જેથી તેમના દ્વારા મતદારોમાં વ્યાપક પ્રમાણમાં જાગૃતિ આવશે અને લોકશાહીના પર્વમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. તેમણે જીલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના આ પર્વને ગર્વભેર ઉજવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે પ્રોબેશનલ આઇએએસ મહેંક જૈન, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી એમ.એસ.મનાત, જીલ્લા પુરવઠા અધિકારી સહિતની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. કરવામાં આવ્યુંં હતું.