શહેરા સિંધી માર્કેટમાં રસ્તાને અડીને ખુલ્લી ગટરને અકસ્માતનો ભય

શહેરા,શહેરા સિંધી માર્કેટ વિસ્તારમાં રસ્તાના અડીને આવેલી ખુલ્લી ગટર ના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેતો હોવા સાથે પશુ અંદર પડી જાય તો ઈજા પહોંચી શકે તેમ છે. પાલિકા દ્વારા ખુલ્લી ગટર ની યોગ્ય કામગીરી કરવામાં આવે એવી નગરજનો માંથી માંગ ઉઠી હતી.

શહેરા સિંધી માર્કેટ વિસ્તારમાં રોહિત વાસની સામે પાલિકા દ્વારા એક મહિના પહેલા રસ્તાને અડીને આવેલી ગટરની સાફ-સફાઈ કર્યા બાદ ગટરને ખુલ્લી રાખવામાં આવતા અકસ્માતનો ભય પસાર થતા વાહન ચાલકોને રહેવા સાથે પશુ અંદર પડી જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે. રસ્તાને અડીને આવેલી આ ગટર આશરે ચાર ફૂટ પહોળી અને દસ ફૂટ લંબાઈ ધરાવતી હોવાથી રાત્રિના સમયે પશુ કે કોઈ વાહન ચાલક અંદર પડે તો ઇજા થઈ શકે તેવી શક્યતા પણ હોય ત્યારે પાલિકા દ્વારા આ બાબતે ગંભીરતા લેવામાં આવવી જોઈએ પરંતુ કયા કારણથી ખુલ્લી ગટરની કામગીરી કરવા નગર પાલિકા શુભ મુહૂર્તની રાહ દેખી રહયા હોય એવું તો નથી ને ? જોકે, નગરપાલિકામાં સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય ત્યારે ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને પાલિકાના મહિલા પ્રમુખ દ્વારા આ સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિ વાકેફ થઈને ગટરની કામગીરી વહેલી તકે કરાવવામાં આવે તે પણ જરૂરી છે. જ્યારે નવીન દેસરાણી એ આ બાબતને લઈને પાલિકા તંત્રને મૌખિક રજૂઆત કરી ત્યારે જેમ બને તેમ વહેલી તકે કરી દઈએ છીએ આવું જણાવ્યું હતું. આ વિસ્તારમાં પહેલા પણ નગરપાલિકા દ્વારા ગટરની કામગીરી કરવામાં આવેલ જેમાં લાખો રૂપિયાનો ખર્ચો કરવા છતાં આ િ વસ્તારના નગરજનોને આ સમસ્યા માંથી ક્યાંક ને ક્યાંક છુટકારો મળી શક્યો ન હોય એવી અનેક ચર્ચાઓ નગરજનોમાં થઈ રહી હતી.