ચાકલીયા પો.સ્ટે વિસ્તારના પેથાપુર મુકામેથી 53,240 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પડાયો

દાહોદ, ચાકલીય પો.સ્ટેશનના પી.એસ.આઇ જે.કે.રાઠોડ પેથાપુર મુકામે સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા ત્યારે ગામતળ ફળીયામા રહેતા રાજુ સીંગા ખડીયાના ઘરે થી થોડે દૂર તેમના જ ભોગવટામા આવેલ ઘાસચારા મૂકવાના કાચા ઢાળીયામા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ બાતમીને આઘારે મળી આવેલ હતો.

પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાતા બિયરની કુલ 18 પેટી મળી આવેલ હતી. જેમાં કુલ ટીન અને બોટલ મળી કુલ 444 નંગ બોટલ મળી આવેલ હતી. જેની કિંમત આશરે 53,280 રૂપિયા થાય છે. જેથી પોલીસ દ્વારા ફરાર રાજુ ખડીયા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.