દે.બારીયાના નાનભડલા ગામે બે અજાણ્યા ઈસમો કરીયાણાની દુકાન ઉપર સામાન ખરીદીને 48,761/-રૂા. ઓનલાઈન પેમેન્ટ કરેલ તે જમા નહિ કરાવતા બે ઈસમો સામે ફરિયાદ

દાહોદ, દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભડભા ગામે આજથી એકાદ માસ પહેલા બે જેટલા અજાણ્યા ઈસમો ત્રણ જેટલી અલગ અલગ કરિયાણાની દુકાનમાં આવી રૂા.48,761નો કરિયાણાનો સરસામાનની ખરીદી કરી મોબાઈલથી ઓનલાઈન પેમેન્ટ જમા થઈ ગયું હોવાનું ખોટુ કહી પેમેન્ટ જમા નહીં કરાવતાં આ મામલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી બંન્ને ઈસમોને ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.

ગત તા.03મી માર્ચના રોજ દેવગઢ બારીઆના ભડભા ગામે ભાનુભાઈ કિશોરભાઈ પવાર (રહે. દેવગઢ બારીઆ, સર્કલ બજાર, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ), હબીબભાઈ હુસૈનભાઈ દાલ (રહે. દેવગઢ બારીઆ, ધાનપુર ચોકડી, એકબત્તી ઉપર, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ), મોહનભાઈ જહાંગીરમલ થાવરદાસાણી (રહે. દેવગઢ બારીઆ, લાલાભાઈ પાર્ક, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) મળી કુલ ત્રણ અલગ અલગ કરિયાણાની દુકાને અલગ અલગ સમયગાળા દરમ્યાન બે ઈસમો કરિયાણાનો સરસામાન લેવા માટે આવ્યાં હતાં ત્યારે ત્રણેય દુકાનોમાંથી કુલ રૂા.48,761નો કરિયાણાનો સરસામાનની ખરીદી કરી મોબાઈલથી પેમેન્ટ જમા થઈ ગયેલાનું બતાવી સરસામાનના પૈસા દુકાનદારોના બેન્ક ખાતામાં જમા ન થતાં પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી થઈ હોવાનું ઉપરોક્ત દુકાનદારોને માલુમ પડતાં આ સંબંધે ભાનુભા ઈકિશોરભાઈ પવારે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં દેવગઢ બારીઆ પોલીસે બંન્ને ઈસમોને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.