કાલોલ તાલુકાના કનોડ ગામે રસ્તો ક્રોસ કરતા 60 વર્ષિય મહિલાને બાઈક ચાલકે ટકકર મારી ઈજાઓ પહોંચાડી

કાલોલ, કાલોલ તાલુકાના કાનોડ બસ સ્ટેશન ફળિયામાં રહેતા 60 વર્ષિય વૃદ્ધ મહિલા હેન્ડપંપ ઉપરથી પાણીની ડોલ ભરીને રોડ ક્રોસ કરતા સમયે બાઈક ચાલકે પુરઝડપે હંકારી લાવી મહિલાને અડફેટમાં લેતા હાથના ભાગે ફ્રેકચર કરી તેમજ શરીરે ઈજાઓ પહોંચતા આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ તાલુકાના કાનોડ ગામે બસ સ્ટેશન ફળિયામાં રહેતા જસીબેન મંગળભાઈ ચોૈહાણ(ઉ.વ.60)ધર પાસે સામેની સાઈડે હેન્ડપંપ ઉપરથી પાણીની ડોલ ભરીને રસ્તો ક્રોસ કરતા સમયે સામેથી બાઈક નં.જીજે-17-સીડી-5809ના ચાલકે પુરઝડપે હંકારી લાવી જસીબેનને અડફેટમાં લેતા હાથના ભાગે ફ્રેકચર કરી મોઢાના ભાગે તેમજ આંખના ભાગે ઈજાઓ પહોંચાડતા આ બાબતે કાલોલ પોલીસ મથકે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.