ભાવનગરના સિહોરમાં બોઇલર ફાટતા બે મજૂરનાં મોત નિપજયાં

ભાવનગર,સિહોરમાં બોઈલર ફાટતા બે મજૂરોના મોત નિપજ્યા છે. ધાંધળી વેગા અલૌયસ નામની સ્ટીલ ફેક્ટરીમાં ત્રણ પરપ્રાંતિય મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા બાદમાં હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન બે મજૂરોના મોત થયા છે.

ભાવનગર જીલ્લામાં સિહોરમાં ધાંધળી વેગા અલૌયસ નામની સ્ટીલ ફેક્ટરીમાં બોઈલર ફાટી નીકળ્યું હતું. બોઈલર ફાટતાં ત્રણ પરપ્રાંતિય મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા. ઈજાગ્રસ્તોને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે ઈજાગ્રસ્તોના મોત નિપજ્યા છે.