અમદાવાદ, અમદાવાદમાં ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ દરોડા પાડતા રૂ.૪૩૩ કરોડની ક્રિપ્ટોકરન્સી,સોનું અને રોકડ જપ્ત કરી છે. આ દરોડામાં ઈડીએ દિવ્યેશ દરજી, સતીષ કુભાણી અને શૈલેષ ભટ્ટ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
ઈડી ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં મનીલોન્ડરિંગ એકટ મુજબ ક્રિપ્ટોકરન્સી,સોનુ અને કેશ જપ્ત કર્યા છે. ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં ઈડ્ઢએ યુકે સ્થિત ક્રિપ્ટો કંપનીનું સંચાલન કરનાર એશિયાના વડા દિવ્યેશ દરજીની અટકાયત કરી છે. આ સાથે ગુજરાતમાં મની લોન્ડરિંગ કેસમાં રૂ.૪૩૩ કરોડની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં લોકોને મોટું વળતર આપવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવે છે.
ઈડીએ જણાવ્યું કે પીએમએલએ ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ મિલક્ત જપ્ત કરવામાં આવી હતી. ગુજરાત સીઆઇડીમાં દિવ્યેશ દરજી, સતીશ કુંભાણી અને શૈલેષ ભટ્ટ અને અન્ય લોકોની સંડોવણી હોવાનું ફરિયાદ કરાઈ હતી. આ ફરિયાદના આધારે તપાસ કરતા ઇડીએ તમામ સંદિગ્ધ શકમંદને ત્યાં દરોડા પાડી જંગમ મિલક્ત જપ્ત કરી. અને વિવિધ કલમો હેઠળ ફરિયાદ કરવામાં આવેલ આરોપીઓની અટકાયત કરી. શહેરમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સા વયા છે. ગત વર્ષે ગુજરાતમાં બેટિંગ એપ દાની ડેટા એપ્લિકેશનનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડમાં ગુજરાત સહિત દેશભરમાં ૧૪ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા.