વોશિગ્ટન, ચીનની સૈન્ય કંપની બીજીઆઇ અમેરિકાના મેસેચ્યુસેટ્સ અને કેન્ટુકીમાં પોતાની શાખાઓ ખોલવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકન ધારા શાસ્ત્રી ઓ એ આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને આરોપ લગાવ્યો છે કે ચીનની સૈન્ય કંપની નિયમનકારી તપાસથી બચવા માટે આવું કરી રહી છે. અમેરિકન ધારા શાસ્ત્રીઓએ આ અંગે સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિનને પત્ર લખ્યો છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્પર્ધા પર નજર રાખતી યુએસ સંસદ સમિતિના અધ્યક્ષ માઈક ગલાઘર અને સમિતિના સભ્ય રાજા કૃષ્ણમૂતએ આ પત્ર લખ્યો છે.
આ પત્રમાં અમેરિકન ધારા શાસ્ત્રીઓએ અમેરિકામાં કાર્યરત અન્ય ચીની બાયોટેક કંપનીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ધારા શાસ્ત્રી ઓનો દાવો છે કે અમેરિકામાં કામ કરતી આ ચીની બાયોટેક કંપનીઓ માત્ર ચીની સેના અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના હેતુઓ માટે જ કામ કરી રહી છે. પત્રમાં યુએસના ધારાસભ્યોએ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિનને નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટની કલમ ૧૩૧૨ લાગુ કરવાની અપીલ કરી હતી અને ચીનની બાયોટેક (બાયોટેકનોલોજી) કંપનીઓ પર નજર રાખવાની પણ માંગ કરી હતી.
અમેરિકી ધારાસભ્યો માઈક ગેલાઘર અને રાજા કૃષ્ણમૂતએ પત્રમાં માગણી કરી છે કે પેન્ટાગોન અમેરિકામાં કાર્યરત એમજીઆઇ ગ્રુપ, કમ્પ્લીટ જીનોમિક્સ, ઈનોમિક્સ, સ્ટોમિક્સ, ઓરિજિનસેલ, વાઝમે બાયોટેક અને એકસબોને ચીની સૈન્ય કંપનીઓ તરીકે માન્યતા આપે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એમજીઆઇ ગ્રુપ અને કમ્પ્લીટ જીનોમિક્સ કંપનીઓ ચીનની સૈન્ય કંપની બીજેઆઇની પેટાકંપની છે.બીજીઆઇ પર માનવ અધિકારોના ઉલ્લંઘન અને જૈવિક ડેટાના ગેરકાયદે સંગ્રહ જેવા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. સાંસદોએ લખ્યું કે ચીનની ચૌદમી પંચવર્ષીય યોજના હેઠળ ચીનની સેના બાયોટેકના ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે. ચીની સૈન્યના શૈક્ષણિક સાહિત્યને ટાંકીને, યુ.એસ.ના ધારા શાસ્ત્રીઓ એ દાવો કર્યો હતો કે ભવિષ્યના યુદ્ધક્ષેત્રના વર્ચસ્વ માટે બાયોટેકનોલોજી મહત્વપૂર્ણ રહેશે. આ અંતર્ગત ખૂબ જ ખતરનાક બેક્ટેરિયા બની શકે છે. આવી સ્થિતિમાં અમેરિકામાં કામ કરતી ચીની બાયોટેક કંપનીઓને તાત્કાલિક ઓળખવાની જરૂર છે.