વાનખેડે સ્ટેડિયમમાં ક્રાઉડે ફરીથી હાર્દિક પંડ્યા વિરુદ્ધ ખુબ હૂટિંગ કર્યું

મુંબઇ, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી રાજસ્થાન રોયલ્સ સામેની મેચ ગુમાવ્યા બાદ સ્વીકારી લીધુ કે તેની વિકેટે અંતર પેદા કર્યું અને તે વધુ સારું પ્રદર્શન કરી શકે તેમ હતો. મુંબઈના ૧૨૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગના ૩૯ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી કરાયેલા ૫૪ રનની મદદથી ૧૫.૩ ઓવરમાં જ ચાર વિકેટ પર ૧૨૭ રન બનાવીને જીત નોંધાવી દીધી. મુંબઈની આ સતત ત્રીજી હાર છે અને તે હજુ પણ આ સીઝનમાં ખાતું ખોલાવવાની જદ્દોજહેમત કરી રહ્યું છે.

હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું કે અમે એ રીતે શરૂઆત ન કરી શક્યા જેવી અમે ઈચ્છતા હતા. મને લાગે છે કે અમે ૧૫૦ કે ૧૬૦ રન સુધી પહોંચવા માટે ખુબ સારી સ્થિતિમાં હતા પરંતુ મને લાગે છે કે મારી વિકેટે રમત પલટી નાખી અને તેમણે મેચની સારી સ્થિતિમાં લાવી દીધી. મને લાગે છે કે હું સારું કરી શકું તેમ હતો. બોલરને કઈક મદદ મળે તે સારું છે. આ ખેલ બોલરો માટે ખુબ ક્રૂર છે. પરંતુ આ અપ્રત્યાશિત હતું. આ બધું યોગ્ય ચીજો કરવા અંગે છે. પરંતુ એક સમૂહ તરીકે અમારું માનવું છે કે અમે આગળ જઈને અનેક સારી વસ્તું કરી શકીએ તેમ છીએ અને અમારે બસ વધુ અનુશાસિત થવાની જરૂર છે અને વધુ સાહસ દેખાડવાની જરૂર છે.

મેચની શરૂઆત પહેલા એટલે કે ટોચ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં ક્રાઉડે ફરીથી હાર્દિક પંડ્યા વિરુદ્ધ ખુબ હૂટિંગ કર્યું. હાલાત એટલા ખરાબ હતા કે કોમેન્ટેટર સંજય માંજરેકરે ટોસ દરમિયાન ફેન્સને શાલીનતાથી વર્તવાની અપીલ કરવી પડી. વાત જાણે એમ છે કે સીઝનની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટે રોહિત શર્માની જગ્યાએ હાદક પંડ્યાને કેપ્ટન બનાવી દીધો. જે ફેન્સ પચાવી શક્યા નથી અને ત્યારબાદથી જ પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી ફેન્સના નિશાના પર છે.