સુરેન્દ્રનગર, પરશોત્તમ રૂપાલાનો વિરોધ ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહ્યો છે, જે નિવેદન આપવામાં આવ્યું હતું જેને લઇને ક્ષત્રિય સમાજ દ્વારા રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની ઉગ્ર માંગ છે કે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટીકિટ રદ્દ થાય,પરંતુ હજુ સુધી હાઈકમાન્ડ દ્વારા કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજે પાંચ ગામોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવી દઈ અને વિરોધ નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના બોડગ ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમાં ૭૦૦૦થી વધુ લોકો હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપના હોદ્દેદારો પણ ક્ષત્રિય સમાજના આગેવાનો માંથી ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા, કેસરિયા, મોઢવાડા ,પેઢડા સહિતના ગામોમાં ભાજપના નેતાઓ અને કાર્યર્ક્તાઓને પ્રવેશબંધી કરવામાં આવી છે અને પ્રચાર માટે પણ ભાજપના નેતાઓને નહીં જવા દેવાનો ઉગ્ર સુર ઉઠ્યો છે. જેને લઈને હવે ભાજપની ચિંતામાં વધારો થયો છે.