પંચમહાલ જીલ્લાના અમુક વિસ્તારમાં વાલ્મીકી સમાજ ધાર્મિક પ્રસંગોમાં થતાં અત્યાચારો મુદ્દે આવેદન આપ્યું

ગોધરા, સમસ્ત વાલ્મિકી સમાજ પંચમહાલ દ્વારા આજરોજ જીલ્લા કલેકટર સહિત જીલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કેટલાક અસામાજીક તત્વો સામાજીક ધાર્મિક પ્રસંગોમાં વાલ્મિકી સમાજ ઉપર અત્યાચારો કરવામાં આવે છે. જેને લઇને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

હાલ પંચમહાલ જીલ્લાના અમુક વિસ્તારોમા વાલ્મીકિ સમાજના લોકો વસેલો છે ત્યારે વાલ્મિકી સમાજના ઘરે સામાજીક-ધાર્મિક પ્રસંગોમા આવતા વાલ્મિકી સામાજ સગા સંબંધી ઉપર કેટલાક અસામાજીક તત્વો ધિકકારની લાગણીથી જોવે છે અને અત્યાચાર ગુજારવામાં આવે છે. ત્યારે વાલ્મીકી સામાજના વ્યક્તિને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર જ ન હોય એ રીતે વર્તન કરવામાં આવે છે અને જયારે વાલ્મિકી સમાજના વ્યકિત પર કોઈ ત્રાસ કે અત્યાચાર ગુજારાવામા આવે કે અથવા અન્યાય થાય તો અમુક વિસ્તારમા જે તે પોલીસ અધિકારીઓ ફરીયાદ પણ લેતા નથી અને જેના કારણે અમારા સમાજના વ્યક્તિઓ સાથે અન્યાય થાય જેથી આજરોજ જીલ્લા કલેક્ટર સહિત જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી અને પંચમહાલ જીલ્લામાં કોઈપણ વિસ્તારમાં અમારા વાલ્મીકી સમાજના કોઈ પણ વ્યકિત સાથે અત્યાચાર કે અન્યાય થાય તો તત્કાલીક ફરીયાદના આધારે કાયદેસરના પગલા ભરવામાં આવે.તેમજ તેની જાણ પંચમહાલ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમા કરવામા આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.