જીડીપીનું ‘હરિત’ મોડેલ

પર્યાવરણને ખતરામાં નાખનારા વિકાસ મોડેલ માનવતા માટે યોગ્ય નથી. દુનિયામાં ઉત્પાદન આધારિત વિકાસ મોડેલ પર દાયકાઓથી ચર્ચા થતી રહી છે. માનવામાં આવે છે કે ઉત્પાદન આધારિત વિકાસ મોડેલથી પર્યાવરણને ખતરો છે, ખપતથી વધુ નિર્માણનો ખતરો છે અને ઉત્પાદનોની ડંપિંગનો ખતરો છે. ઉત્પાદન બાદ જરૂરિયાતો વિકસિત કરવાથી અસલી જરૂરિયાતો ગૌણ થઈ જાય છે. આજે ઉત્પાદન આધારિત વિકાસ મોડેલની વિટંબણા છે કે દુનિયા કચરા પ્રબંધન અને ગ્લોબલ વોર્મિંગ જેવી વિકરાળ સમસ્યા સામે ઝઝૂમી રહી છે. આધુનિક યુગની રક્ષા માટે વિશ્વના અનેક વિચારવાન લોકો તરફથી ખપત આધારિત વિકાસ મોડેલની માંગ થઈ રહી છે. તેનો મૂળ મંત્ર છે, જેટલી ખપત એટલું જ ઉત્પાદન. ઉત્પાદન પણ હરિત પદ્ઘતિથી. આજે વિશ્વ જ્યારે જળવાયુ પરિવર્તનની સમસ્યાનો સામનો કરી રહ્યું છે, તો વર્તમાન વિકાસ મોડેલની ટીકાઓ વધતી જાય છે. ક્લાઇમેટ સંમેલનમાં વિશ્વ માં વધી રહેલા તાપમાનને ઓછું કરવાનો સંકલ્પ લેવામાં આવી રહ્યો છે, પરંતુ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા માટે હરિત વિકાસ મોડેલને અપનાવવાને લઈને વિકસિત અને વિકાસશીલ દેશોનું વલણ અલગ-અલગ છે. વિકસિત દેશ તેના માટે કિંમત ચૂકવવા તૈયાર નથી, જ્યારે કાર્બન ઉત્સર્જનમાં ઔદ્યોગિક વિકસિત દેશોની જ વધુ ભૂમિકા છે.

સમાજસેવી અને માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સ સાથે વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ચિંતા વ્યક્ત કરી કે પ્રગતિને માપવાનો હાલનો માપદંડ જળવાયુ વિરોધી છે. મોદીએ વિકાસને માપવા માટે ઉપયોગમાં લેવાતા માપદંડને જળવાયુ માટે હાનિકારક ગણાવ્યો. તેમણે હરિત સકલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ની અવધારણા વિકસિત કરવાનું સૂચન કર્યું. દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી બચાવ માટે હરિત જીડીપી મોડેલ અપનાવવું સમયનો તકાદો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં જી-૨૦ શિખર સંમેલન બાદથી જળવાયુ કાર્યવાહીને ગતિ મળી છે. હરિત પ્રગતિ દૃષ્ટિકોણને વધુ કિફાયતી બનાવવા માટે દુનિયાએ બે આયામી રણનીતિ અપનાવવાની જરૂર છે, પહેલી- પ્રકૃતિ અને જળવાયુને અનુકૂળ નવાચાર, અને બીજી – પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી. આપણો વર્તમાન પડકાર એ છે કે આપણે પ્રગતિને કઈ નજરેથી જોઇએ છીએ. દાખલા તરીકે, કોઈ દેશના વિકાસને હંમેશાં તેની પોલાદ ખપત અને ઊર્જા ઉપયોગથી આંકવામાં આવે છે. તો આ માપદંડોના આધાર પર, આપણે દેશની અર્થવ્યવસ્થાની ગણના કરીએ છીએ. પરંતુ જો આપણે આ માપદંડો પર ભરોસો કરવાનું ચાલુ રાખીએ છીએ તો આપણે વધુ વીજળી અને વધુ સ્ટીલનો ઉપયોગ કરીશું, જેના પરિણામ કાર્બન ઉત્સર્જનમાં વૃદ્ઘિ થશે. તેનો મતલબ છે કે આપણે આપણી માનસિક્તા બદલવાની જરૂર છે. આપણે જીવનશૈલીનો વિકલ્પ બનાવવા અને જળવાયુને અનુકૂળ રીતોથી પ્રગતિને માપવાની જરૂર છે. વર્તમાનમાં, પ્રગતિના આપણા તમામ ઉપાયો જળવાયુ માટે હાનિકારક છે. આજે આપણે પ્રગતિના માપદંડો માટે વૈશ્ર્વિક શબ્દાવલીને બદલવાની જરૂર છે. સ્વચ્છ ઊર્જા અને હરિત ઊર્જા ક્ષેત્રે તેજી લાવવાની જરૂર છે અને પેરિસ સમજૂતીનાં લ-યો અને નેટ-ઝીરો ઉત્સર્જનની દિશામાં આગળ વધતા રહેવાની જરૂર છે. હિરત વિકાસના તમામ આયામોને અપનાવીને જ વૈશ્ર્વિકકલ્યાણનો માનવીય માર્ગ પ્રશસ્ત કરી શકાય છે. આપણે આપણા ઉપભોગની આદતોમાં સુધારની જરૂર છે, જેમ કે ગ્રાહકોએ કોઈ ઉત્પાદન ખરીદતી વખતે સ્વચ્છ ઉત્પાદનોને પ્રાથમિક્તા આપવી જોઇએ.