નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટી તેના સ્થાપના દિવસ એટલે કે ૬ એપ્રિલે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે. આ પ્રસંગે ભાજપ દ્વારા દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સાંજે ૫ વાગ્યે પીએમ મોદી ગાઝિયાબાદમાં લગભગ એક કિલોમીટર લાંબો રોડ શો કરશે. પીએમ મોદીનો આ રોડ શો કાલકાગઢી ચોકથી ઘંટાઘર સુધી થશે. લોક્સભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીમાં તોફાની પ્રવાસ કરવા જઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, પીએમ મોદી આ મહિને યુપીના અલગ-અલગ જિલ્લામાં ઘણી જનસભાઓને સંબોધિત કરશે. આ સંબંધમાં પીએમ મોદી ૬ એપ્રિલે ગાઝિયાબાદ પહોંચશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૬ એપ્રિલની સાંજે જ ગાઝિયાબાદમાં રોડ શો કરશે. આ પછી પીએમ મોદી લોક્સભા ચૂંટણી માટે દેશભરમાં રેલીઓ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૪ એપ્રિલે જમુઈમાં રેલી કરીને બિહારમાં ચૂંટણીનું બ્યુગલ વગાડશે.
જમુઈમાં લોક્સભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે. લોક્સભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડમાં મંગળવારે રૂદ્રપુરમાં તેમની પ્રથમ જાહેરસભા કરશે. રાજ્યમાં ૧૯ એપ્રિલે ચૂંટણી માટે મતદાન થશે.