સુરત, સુરતમા ધોરણ ૯ની ભટારની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીનીએ ક્યાં કારણે પગલું ભર્યું તે મામલે રહસ્ય સર્જાયું છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૂળ બિહાર ગોપાલગંજના વતની અને હાલ ભટાર પોલીસ ચોકીની પાછળ રહેતા ચૈનકુમાર મહંતો ધાગા કટિંગનું કામ કરી પોતાના પરીવાર નું ગુજરાન ચલાવે છે.પરિવાર માં પત્ની બે પુત્ર તેમજ એક પુત્રી મિરલ છે.
આપઘાત કરનાર મિરલ સ્થાનિક વિસ્તારમાં આવેલ હિન્દી શાળામાં ધોરણ ૯માં અભ્યાસ કરતી હતી. તેમને ૪ એપ્રિલે વાષક પરીક્ષા હતી. રવિવારના રોજ બપોરે ચૈનકુમાર પત્ની અને બે પુત્ર કામ પર ગયા હતા. દરમિયાન મિરલ ઘરે એકલી હતી. તે વખતે બપોરના સમયે મિરલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ સબંધીને થતા પરિવારને જાણ કરવામાં આવતા ઘરે દોડી આવ્યા હતા. મિરલે ક્યાં કારણે પગલું ભર્યું તે જાણવા ખટોદરા પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે.