માર્ચમાં રૂ. ૧.૭૮ કરોડનું જીએસટી કલેક્શન, વાર્ષિક ધોરણે આંકડો ૧૧.૫% વધ્યો

This image has an empty alt attribute; its file name is gst-1024x768.png

મુંબઇ,માર્ચ મહિનામાં જીએસટી કલેક્શનમાં ૧૧ ટકાથી વધુનો વધારો થયો છે. નાણા મંત્રાલયે કહ્યું છે કે માર્ચમાં વાર્ષિક ધોરણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન ૧૧.૫ ટકા વધીને રૂ. ૧.૭૮ લાખ કરોડ થયું છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો જીએસટી કલેક્શન છે.

નાણાકીય વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ માટે ગ્રોસ જીએસટી કલેક્શન ૨૦.૧૪ લાખ કરોડ રૂપિયા રહ્યું, જે પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં ૧૧.૭ ટકા વધારે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે સરેરાશ માસિક ગ્રોસ કલેક્શન ૧.૬૮ લાખ કરોડ હતું, જે અગાઉના નાણાકીય વર્ષમાં ૧.૫ લાખ કરોડ હતું.

માર્ચ ૨૦૨૪ માટે ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી આવક વાર્ષિક ધોરણે ૧૧.૫ ટકા વધીને રૂ. ૧.૭૮ લાખ કરોડ પર પહોંચી છે. જીએસટી કલેક્શનનો આ અત્યાર સુધીનો બીજો સૌથી વધુ આંકડો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ જીએસટી સંગ્રહમાં આ વધારો સ્થાનિક વ્યવહારોમાંથી જીએસટી સંગ્રહમાં ૧૭.૬ ટકાના નોંધપાત્ર વધારાને કારણે થયો છે. એપ્રિલ ૨૦૨૩માં સૌથી વધુ ૧.૮૭ લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું હતું. એપ્રિલ ૨૦૨૩માં અત્યાર સુધીનું સૌથી વધુ ૧.૮૭ લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન નોંધાયું હતું. માર્ચ ૨૦૨૪ માટે રિફંડની જીએસટી આવક ચોખ્ખી રૂ. ૧.૬૫ લાખ કરોડ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં ૧૮.૪ ટકા વધુ છે.