નવીદિલ્હી,
દિલ્હી હાઈકોર્ટે બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય અને તેના પરિવારને સમન્સ આપવાની અરજી ફગાવી દીધી છે. મળતી માહિતી મુજબ વિવેક ૨૦૦૩માં તેના પિતા સુરેશ ઓબેરોય અને તેની દિલ્હી સ્થિત ફર્મ યાશી મલ્ટીમીડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે મળીને એક એન્ટરટેઈનમેન્ટ કંપનીને છેતરવાના આરોપો તેમના પર લાગ્યા હતા.
ભારતીય દંડ સંહિતા મુજબ વિવેક પર ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૦૩માં યુએસ અને કેનેડામાં યોજાયેલા શોમાં હાજર ન રહેવાનો આરોપ હતો, જ્યારે અરજદારને તેના માટે ઇં૩૦૦,૦૦૦(ત્રણ લાખ ડોલર) ચૂકવવામાં આવ્યા હતા. વિવેક અને તેના પરિવાર પર કેસ કરવામાં આવ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ, મહેતા એન્ટરટેઈનમેન્ટના સીઈઓ અરજદાર દીપક મહેતાએ શરૂઆતમાં ઓબેરોય પરિવાર અને તેની કંપની વિરુદ્ધ ફોજદારી ફરિયાદ સાથે દિલ્હીની મેજિસ્ટ્રેટ કોર્ટ પહોચ્યા હતા, જેમાં તેમની વિરુદ્ધ સમન્સ જારી કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતું તેની અરજી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી.
અરજીને ફગાવી દેતા હાઇકોર્ટે એ કહ્યું, કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર ની કલમ ૪૮૨ હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરતી અદાલતને નીચેની અદાલતો દ્વારા આપવામાં આવેલા આદેશોમાં દખલ કરવાનું વ્યાજબી નથી.જેથી અરજી ફગાવી દેવામાં આવે છે.
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે તેણે આ રકમ પ્રતિવાદી નંબર ૧ (યાશી એન્ટરટેઈનમેન્ટ) ના બેંક ખાતામાં મોકલી આપી હતી. ફરિયાદીએ શોનું આયોજન કર્યું હતું પરંતુ પ્રતિવાદી નંબર ૫ (વિવેક ઓબેરોય) આવ્યો ન હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે નિષ્ફળ ગયા હતા અને ફરિયાદીના પૈસા પરત કરવામાં આવ્યા ન હતા.