
દાહોદ, લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે ત્યારે દાહોદ જીલ્લા સેવા સદન ખાતે આવેલી સ્માર્ટસિટી ગ્રીન બિલ્ડીંગ ખાતે ખઈખઈ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. તૈયાર કરાયેલા મીડિયા મોનીટરીંગ સેન્ટરની જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડે એ મુલાકાત લીધી હતી. જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડે એ મીડિયા મોનીટરીંગ સેંન્ટરમાં ચૂંટણી લક્ષી પ્રદર્શિત કરાયેલી વિગતોને નિહાળીને જરૂરી સૂચનો કર્યા હતા. અહીં કાર્યરત કર્મયોગી ઓને તેમની જવાબદારીઓ વિશે પૃચ્છા પણ કરી હતી.
આ સાથે જીલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડે એ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા કંમ્પલેન રીડ્રેસલ કંટ્રોલ રૂમ અને એક્સપેન્ડિચર મોનિટરીંગ સેલની મુલાકાત પણ લીધી હતી અને અહીંની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સંબધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
આ મુલાકાત દરમિયાન જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, સહિત અધિકારી ઓ અને કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.