દાહોદના લીમડી કુમારશાળા ખાતે ચુનાવી પાઠશાળાનું આયોજન કરાયું

દાહોદ, આજરોજ 01-04-2024 સોમવારના રોજ લીમડી કુમારશાળા ખાતે ચુનાવી પાઠશાળાનું આયોજન કરવામાંં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગામ માંથી યુવા મતદારો, મહિલાઓ, અગ્રગણ્ય નાગરિકો, શિક્ષકો, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી મંત્રી તેમજ બી.એલ.ઓ. હાજર રહેલ હતા. આ પાઠશાળામા મતદાન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આવનારી લોકસભાની ચૂંટણીમા તમામ મતદારો ફરજીયાત મતદાન કરી પોતાના મતદાન હકનો ઉપયોગ કરી પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરે તે અંગે માહિતી આપવામાં આવી હતી. શાળામાં ભણતા બાળકોને પત્રિકાઓ આપી પોત પોતાના વાલીઓ સુધી પહોંચાડે તેમજ મતદાન કરી શકે તેવા દરેક લોકોને મતદાન કરે તે અંગે જાગૃત કરવામાં આવેલ હતા. શાળાના શિક્ષકો તેમજ બી.એલ.ઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના સૂત્રો વાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ રીતે ચુનાવી પાઠશાળાના આયોજન દ્વારા ગામમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.