પુરૂષોત્તમ રૂપાલાની અભદ્ર ટીપ્પણી: મહીસાગર ક્ષત્રિય સમાજ મેદાને ઉતર્યા

રૂપાલાની અભદ્ર ટીપ્પણી

લુણાવાડા, રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રૂપાલાની અભદ્ર ટીપ્પણી ટિકિટ રદ કરવા મહીસાગર જીલ્લાના વિવિધ ક્ષત્રિય સંગઠનો મેદાને ઉતર્યા છે. ત્યારે દેશના મહાન શૂરવીર યોદ્ધાઓ અને પ્રજાવત્સલ રાજાઓ માટે અપમાન જનક ભાષાથી ક્ષત્રિયો અને અનેક રાષ્ટ્ર પ્રેમી લોકોની લાગણી દુભાઈ છે.

જે રાજા મહારાજાઓએ ધર્મ દેશ નારી ગૌ રક્ષા મંદિર સામાન્ય વૈક્તિના ન્યાય કે પછી અબોલ જીવની રક્ષા વગેરે માટે હસતા હસતા એક પછી એક અનેક પેઢીઓ ભારતની ધરતી માટે હોમી દીધી અને માત્ર રાજાઓ જ નહિ પણ તેમની વિરંગનાઓએ પણ સ્વમાન ખાતર સળગતિ આગમાં હોમાઈ ગઈ આવી વિરાંગના રાણીઓનો ઇતિહાસ જાણ્યા વગરના નેતાઓ તેમનું ગમે તેમ અપમાન કરે એ જરા પણ ચલાવી લેવામાં આવશે નહિ.

પુરૂષોત્તમ રૂપાલાની અભદ્ર ટીપ્પણી ને લઈ ક્ષત્રિય સમાજ આંકરા પાણીએ

એક ચૂંટણી જીતવા માટે ગમે તે સમાજને અપમાન જનક રીતે નીચે ઉતારી દેવો એ જરા પણ યોગ્ય નથી. સમાજ ધર્મ સંસ્કૃતિ કે શાંતિનું અપમાન જરા પણ સહન ન કરવું એ આપણી વર્તમાન સરકાર શીખવાડે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ હાલમાં જ રાહુલ ગાંધી દ્વારા મોદી શબ્દ પર થયેલી ટિપ્પણી થી તેમનું સભ્યપદ છીનવાયુ હતું. માત્ર મોદી શબ્દ પર થયેલી ટિપ્પણી થી વડાપ્રધાન કક્ષાના સાંસદનું સભ્યપદ રદ થઇ શકતું હોય તો પછી આ તો ઇતિહાસની લાજ ઉતારી કાઢી કહેવાય પુરસોત્તમ રૂપાલાનું સભ્યપદ ઉમેદવારી પદ રદ થાય તેવી હાલ પૂરતી માંગ છે.

ત્યારે દેશના કોઈ પણ ખૂણાઓ માંથી પણ પુરૂષોત્તમ રૂપાલાની અભદ્ર ટીપ્પણી ને લઈ ટિકિટ ન મળે અને જો ટિકિટ ચાલુ રાખવામાં આવશે, તો આંદોલન સમગ્ર દેશમાં ચાલુ રહેશે અને તેમાં ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી વધશે. બીજી તરફ પૈસા કે જીલ્લાના વિવિધ ક્ષત્રિય સંગઠનો હોય પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી લઈ લેવી જોઈએ તેમજ સુત્રોચાર કરી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં મોદી તુજ સે બેર નહીં…રૂપાલા તેરી ખેર નહીં…ના નારા સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

You May Also Be Interested in Other Topics –
1.લુણાવાડાના સમાચાર
2.યુવાનનુ ગળુ દબાવી હત્યા
3.મહીસાગર જિલ્લાના લાઇવ સમાચાર