ગોધરા આર્શીવાદ સોસાયટીના આરોપીને 2.90 લાખના ચેક રીર્ટન કેશમાં બે વર્ષની સાદી કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારાયો

  • 2.90 લાખ રૂપીયા 60 દિવસમાં ચુકવી આપવાનો હુકમ.

ગોધરા, ગોધરા ગણેશ નગર સોસાયટીમાં રહેતા ફરિયાદી અને આરોપી વચ્ચે મિત્રતા બંધાયેલ હતી અને આરોપીને 3 લાખ રૂપીયા ઉછીનાની માંગણી કરી હતી. ફરિયાદીએ 2.90 લાખ રૂપીયા ઉછીના આપેલ અને વાયદો પુરો થતાં એચ.ડી.એફ.સી. અને દેનાબેંક ગોધરાનો ચેક આપ્યો હતો. ચેક રીર્ટન થયેલ હતો. જેથી નોટીસ આપવા છતાં નોટીસનો ઉડાઉ જવાબ આપતાં કોર્ટમાં 138 મુજબ ગુનામાં આરોપીને બે વર્ષ સાદી કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો તેમજ ફરિયાદીને 2.90 લાખ રૂપીયા 60 દિવસમાંં ચુકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો.

ગોધરા ગણેશ નગર સોસાયટી આઈ.ટી.આઈ. પાસે રહેતા ભાવિન રમેશચંદ્ર સોની જે કોટક મહિન્દ્રા બેન્કમાં નોકરી કરતા હોય આરોપી પિન્કેશકુમાર મુકેશભાઇ સોની (રહે. આર્શીવાદ સોસાયટી, મુરલીધરનો ખાંચો, બી.વી.ગાંધી પેટ્રોલ પંપ) સાથે મિત્રતા બંધાઈ હતી. આરોપી પિન્કેશ સોની જે ભાવિન સોનાના ધરે આવીને હાથ ઉછીના 3,00,000/-રૂપીયાની માંગણી કરી હતી. ત્યારે ભાવિન સોનીએ 2,90,000/-રૂપીયા ઉછીના આપ્યા હતા. વાયદો પુરો થતાં ભાવિન સોનીના ધરે આવીને પિન્કેશ સોનીએ એચ.ડી.એફ.સી. બેંંકના 2,40,000/-રૂપીયા તેમજ દેના બેંકના 50,000/-રૂપીયાનો ચેક આપેલ હતો. જે તા. 05/03/2013ના રોજ બેંક ખાતામાંં નાખતા ચેક રીર્ટન થયો હતો. જેથી વકીલ દ્વારા પિન્કેશ સોનીને નોટીસ આપતાં ઉડાઉ જવાબ આપ્યો હતો. જેથી ભાવિન સોનીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ કલમ-138 મુજબ કોર્ટમાંં ફરિયાદ કરી વ્યાજ સહિતના રકમની માંગણી કરી હતી. 138ના કેશમાં કોર્ટ દ્વારા પિન્કેશકુમાર મુકેશભાઇ સોનીને 138 ગુનામાં તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો. વધુમાં ભાવેશ સોનીને બન્ને ચેકની રકમ 2,90,000/-રૂપીયા 60 દિવસમાંં ચુકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો.