પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારીની હાલોલ અને ધોધંબાની 40 દુકાનોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરતાં 10 સસ્તા અનાજની દુકાનો માંથી ગેરરીતિ ઝડપાઈ

ગોધરા,પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા ધોધંંબા અને હાલોલ તાલુકાની 40 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા 29 માર્ચ અને 31 માર્ચના રોજ હાલોલ તાલુકાના ઉજેટા, વિરોજ, સાથરોટા, કોપેરજ, હડબીયા, ધનસર મુવાડી, દુણીયા, કંજરી, વાવડી, કથોલા, વાકડીયા, ખોડીયાપુર, ભમરીયા, તાડીયા, રામશેરા, માસવાડ, વડાતળાવ, નવાઢીકડા ગામની બે દુકાનો તેમજ ધોધંબા તાલુકાની ગોદલી, સાજોટા, ખડપા-3, ચાઠા, આંબાખુંટ, ગમાણી, ખિલોડી, રીંછવાણી, ગુંદી, પાદરડી, ફાટામહુડા, સીમલીયા, ભોજપુરા, શેરપુરા, ફરોડ, પાલ્લા-1, પાલ્લા-ર, વાવની મુવાડી, બોરીયા, ખરોડ, માલમહુડી, ગુનેશીયા મળી કુલ 40 સરકારી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન હાલોલ તાલુકાના કથોલા ગામની સસ્તા અનાજની દુકાનમાં 43 કિલો ધઉં, 1 કટ્ટાની વધ, ચોખા 86 કિલો- 2 કટ્ટાની વધ, ખાંડ 31 કિલો- 1 કટ્ટાની ધટ, બાજરી 105 કિલો- 2 કટ્ટાની વધ, ધનસર મુવાડી ગામની સરકારી સસ્તા અનાજની ચોખા 85 કિલો- 2 કટ્ટાની ધટ, કથોલા સરકારી સસ્તા અનાજની દુકાનમાં ધઉં 69 કિલો-1 કટ્ટાની ધટ, ચોખા 54 કિલો- 1 કટ્ટાની ધટ, બાજરી 48 કિલો-1 કટ્ટાની ધટ,વાંકડીયા સરકારી દુકાનમાં ધઉં 188 કિલો-4 કટ્ટાની ધટ, ચોખા 141 કિલો-3 કટ્ટાની ધટ, ખાંડ 90 કિલો- 2 કટ્ટાની ધટ, ચણા 32 કિલો-1 કટ્ટાની ધટ, રામેશરા ગામની સસ્તા અનાજની દુકાનમાં ચોખા 52 કિલો-1 કટ્ટાની ધટ તેમજ ધોધંબા તાલુકામાં ગોદલી ગામની સસ્તા અનાજની દુકાનમાં 208કિલો 4 કટ્ટાની વધ, પાદરડી ગામની દુકાનમાં ધઉં 114 કિલો- 2 કટ્ટાની ધટ, ચોખા 49 કિલો- 1 કટ્ટાની ધટ, ભોજપુરા ગામની સરકારી દુકાનમાં ધઉં 50 કિલો-1 કટ્ટા ધટ, ચોખા 50 કિલો- 1 કટ્ટાની ધટ, બાજરી 80 કિલો-2 કટ્ટાની ધટ, ચણા 19 કિલો ધટ, તુવેરદાળ 13 કિલો ધટ, વાવની મુવાડી ગામની સસ્તા અનાજની દુકાનમાં ધઉં 41 કિલો- 1 કટ્ટાની ધટ, ચોખા 82 કિલો- 2 કટ્ટાની ધટ, ગુનેશીયા ગામે સરકારી દુકાનમાં ધઉં 70 કિલો-1 કટ્ટાની ધટ, ચોખા 83 કિલો- 2 કટ્ટાની ધટ મળી આવી હતી. આંમ, બન્ને તાલુકામાં જીલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન 10 ગામની સસ્તા અનાજની દુકાનોમાં 9 કટ્ટાની વધ તેજ 30 કટ્ટાની ધટ જણાતા વધ+ધટ અનાજની કિંમત 60,210/-રૂપીયા થતી હોય આમ સરકારી સસ્તા અનાજની દુકાનમાં વધ પડેલ જથ્થો કિંમત 12,499/-રૂપીયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. બન્ને તાલુકાની 10 દુકાનો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી.