મોરવા(હ)ના રજાયતા ગામે ડિંડોર ફળિયામાં ખેતરમાંથી 50.400 રૂપિયાના લીલા ગાંજા સાથે આરોપીને એસ.ઓ.જી.પોલીસે ઝડપ્યો

ગોધરા, મોરવા(હ)તાલુકાના રજાયતા ગામે રહેતા વ્યકિતએ પોતાના ખેતરમાં ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે તેવી બાતમીના આધારે એસઓજી પોલીસે રેઈડ કરી હતી. તપાસ દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ-20 કિ.રૂ.50,400/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી મોરવા(હ)પોલીસ મથકે એનડીપીએસ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના રજાયતા ગામે ડિંડોર ફળિયામાં રહેતા શંકરભાઈ દાતાભાઈ ડિંડોર એ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં લીલા ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે તેવી બાતમી પંચમહાલ એસ.ઓ.જી.પોલીસને મળી હતી. બાતમીના આધારે એસઓજી પોલીસે ડિંડોર ફળિયામાં શંકરભાઈ ડિંડોરના ધરે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ખેતરમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંગ-20, વજન 5.040 કિલોગ્રામ, કિ.રૂ.50,400/-ના મુદ્દામાલ સાથે શંકરભાઈ દાતાભાઈ ડિંડોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે એનડીપીએસ એકટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.