ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના ઘોઘા ગામે રોડ ઉપરથી પસાર થતી ફોર વ્હિલ ગાડીના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી અચાનક બ્રેક મારીને વળાવી દેતા પાછળથી આવતી બાઈક અથડાઈ જતાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યુ હતુ. જયારે પાછળ બેઠેલ વ્યકિતને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છુટતા આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોેંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઘોઘંબા તાલુકાના ઘોઘા ગામે રોડ ઉપરથી પસાર થતી ફોર વ્હિલ ગાડી નં.જીજે.17-એન-0356ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી અચાનક બ્રેક મારી વળાવી હતી જેને લઈ ફોર વ્હિલ ગાડી પાછળ આવતી બાઈક નં.જીજે-20-બીએફ-5393ના ચાલક જીગ્નેશભાઈ ગણપતભાઈ બારીયા અથડાઈ જતાં ગળા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યુ હતુ. જયારે બાઈક પાછળ બેઠેલ ભુપેન્દ્રભાઈ બળવંતભાઈ બારીયા(રહે.પાણી વાસણ, દે.બારીઆ)ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જનાર ફોર વ્હિલ ચાલક નાસી જતાં આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.