હૈદરાબાદ,
હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે જણાવ્યું કે, અમેરિકન યુનિવસટીમાંથી MBA કરી રહેલા ૨૨ વર્ષના વિદ્યાર્થીની હૈદરાબાદમાં ડ્રગ્સ ધરાવતી ચોકલેટનું ઉત્પાદન અને સપ્લાય કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ ૠષિ સંજય મહેતા તરીકે કરવામાં આવી છે તેના માતા-પિતા હૈદરાબાદમાં ફાર્મા કંપનીના માલિક છે અને તે ખૂબ જ શ્રીમંત પરિવારનો છે. જ્યારે માતા-પિતા ઘરની બહાર હોય ત્યારે તે હેશ ઓઈલથી કાચી ચોકલેટને પકાવતો હતો અને ચોકલેટ બાર તૈયાર કરતો હતો. તેના ગ્રાહકો ૧૮ થી ૨૨ વર્ષની વયના યુવાનો હતા. તે સોશિયલ મીડિયા વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ દ્વારા જાહેરાતો કરતો હતો અને ગ્રાહકો સાથે વાતચીત કરતો હતો.
ૠષિને કોલેજના દિવસોથી જ ડ્રગ્સની લત લાગી હતી. પહેલા તેણે ઈ-સિગારેટ, પછી બ્રાઉની વેચી અને હવે તે ડ્રગ્સ વાળી ચોકલેટ બાર વેચી રહ્યો હતો. તે ૪ કિલો રો ચોકલેટ લાવતો અને તેમાં ૪૦ ગ્રામ હેશ ઓઈલ મિક્સ કરીને વિવિધ લેવરની ચોકલેટ બનાવતો હતો.