ઈમરાનના ૫૧ સમર્થકોને પાંચ વર્ષની જેલ અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

લાહોર, આતંકવાદ વિરોધી અદાલતે વર્ષના મયમાં ૯ મેના રોજ થયેલી હિંસાના કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. પાકિસ્તાનની એટીસી કોર્ટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ૫૧ સમર્થકોને મુખ્ય સૈન્ય સ્થાપનો પર હુમલામાં સંડોવણી બદલ બે કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ૯ મેના રમખાણોના સંબંધમાં પીટીઆઈના નેતાઓ, કાર્યકરો અને સમર્થકો સામે નોંધાયેલા કેસોમાં આ પ્રથમ દોષી છે.

એટીસી જજ નતાશા નસીમે હિંસા કેસમાં સજાની જાહેરાત કરી હતી. તેમણે કાર્યવાહી હાથ ધરી અને જેલની બહાર કડક સુરક્ષા વચ્ચે સેન્ટ્રલ જેલ, ગુજરાનવાલામાં ચુકાદો સંભળાવ્યો. પીટીઆઈના ધારાસભ્ય કલીમુલ્લા ખાન પણ ગુનેગારોમાં સામેલ છે. કોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે જેલની સજા સાથે તમામ પર ૧૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં ખાનના પીટીઆઈ સમર્થકોએ ભ્રષ્ટાચારના કેસમાં તેમની પાર્ટીના સ્થાપકની ધરપકડ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર અને ફૈસલાબાદમાં આઈએસઆઈ ભવન સહિત અનેક સૈન્ય સંસ્થાઓ પર હુમલો કર્યો હતો.

હકીક્તમાં, ૯ મે, ૨૦૨૩ ના રોજ, ઈમરાન ખાનની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જે પછી દેશભરમાં જોરદાર વિરોધ થયો હતો. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ ખાનની ધરપકડ કરી હતી. અધિકારીઓનો આરોપ છે કે ખાન અને તેની પત્નીએ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રિયલ એસ્ટેટ બિઝનેસમેન પાસેથી લાંચ તરીકે લાખો ડોલરની જમીન મેળવી હતી.

તેમની ધરપકડ બાદ લાહોર, કરાચી અને ઈસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં ભારે અને હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. મોટી સંખ્યામાં પીટીઆઈ કાર્યર્ક્તાઓ કોર્પ્સ કમાન્ડર લાહોરના નિવાસસ્થાને પ્રવેશ્યા હતા. પંજાબ પ્રાંતમાં કટોકટી લાદવામાં આવી હતી અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે પાકિસ્તાની રેન્જર્સને બોલાવવામાં આવ્યા હતા. કલમ ૧૪૪ પણ લાગુ કરવામાં આવી હતી, જેના હેઠળ એક સમયે પાંચથી વધુ લોકો ભેગા થઈ શક્તા ન હતા.