અલીગઢ,તા.૬
ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક નવી આતંકી ઘટના સામે આવી છે. જ્યાં એક દલિત યુવકને માત્ર એક જામફળ ચોરીના આરોપમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. શનિવારે ગંગરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માનેના ગામમાં એક ૨૫ વર્ષીય દલિત વ્યક્તિને કથિત રીતે એક બગીચામાંથી જામફળની ચોરી કરવાના આરોપમાં માર મારવામાં આવ્યો હતો.
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંયો છે અને જીઝ્ર/જી્ એક્ટની સંબંધિત કલમો લગાવી છે. નાયબ પોલીસ અધિક્ષક અભય પાંડેએ જણાવ્યું કે, બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બદમાશોની મારપીટનો ભોગ બનેલા ઓમપ્રકાશના ભાઈ સત્યપ્રકાશે જણાવ્યું કે, મારો ભાઈ જંગલમાં શૌચ કરવા ગયો હતો અને ઘરે પરત ફરતી વખતે તેણે બગીચામાં જમીન પરથી એક જામફળ ઉપાડ્યું હતું. તેના હાથમાં જામફળ જોઈને બગીચાના માલિક ભીમસેન અને બનવારી સહિત કેટલાક સ્થાનિક લોકોએ તેને લાકડીઓ અને અન્ય ભારે વસ્તુઓથી બેરહેમીથી ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી તે બેભાન થઈ ગયો. તેના શરીર પર અસંખ્ય નિશાન હતા.
પોલીસે જણાવ્યું કે, ઓમપ્રકાશ જમીન પર બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. તેઓ તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, બગીચાના માલિકે ગાર્ડન કેટલાક લોકોને ગાડગ માટે આપી દીધો હતો. જ્યારે બગીચાના રખવાળાઓએ શૌચ કરીને પસાર થતા યુવકના હાથમાં જામફળ જોયુ તો તેઓ ગુસ્સે થઈ ગયા. માત્ર એક જામફળ માટે તેઓએ યુવકને એટલો માર માર્યો કે તેનું મૃત્યુ થઈ ગયું.