અમદાવાદ, ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રામાં દર વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું સરસપુરથી ભરવામાં આવે છે. ભક્તો ભગવાનનું મામેરું ભરવા વર્ષો પહેલા નામ નોંધાવતા હોય છે ત્યારે આ વર્ષે ૧૪૭મી રથયાત્રામાં ભગવાનના મામેરાના યજમાન માટે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન જગન્નાથના મામેરાને લઈ અમદાવાદના સરસપુર વિસ્તારમાં જગન્નાથ યાત્રાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કેટલાક યજમાનો દ્વારા મામેરુ ભરવા માટે નામ નોંધાવવામાં આવ્યા હતા. રણછોડરાય મંદિરમાં ટ્રસ્ટીઓની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળીને ડ્રો કરવામાં આવ્યો હતો. ડ્રોમાં વિનોદ પ્રજાપતિનું નામ ખુલ્યું છે.