સુરત પોલીસે ટેમ્પામાંથી દારૂ સહિત કુલ ૮.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ નજીક આવી રહી છે. તેથી સુરત જિલ્લા પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ચૂંટણી ટાળે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નહી થાય તે માટે સુરત જિલ્લા એલસીબી પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. ત્યારે સુરત એલસીબી પોલીસે બાતમીના આધારે મોટી સફળતા મેળવી છે.

સુરત એલસીબી પોલીસને વિદેશી દારૂને લઈ બાતમી મળી હતી કે, એક સફેદ કલરનો ટેમ્પોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જવાનો છે. જે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો બોરિયાચ ટોલનાકુ પસાર પાસ કરવામાં આવશે. આ બાતમી આધારે જિલ્લા પોલીસની ટીમે કડોદરા ગામે ચલથાણ જતાં ક્રોસિંગ ઉપર નાકાબંધી કરી હતી.

તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતાં તેને ઝડપી પાડયો હતો,પોલીસે ટેમ્પા ચાલક અને કલીનરને પૂછતા ટેમ્પામાં કલરનો જથ્થો ભર્યો હોવાનું જણાવ્યું હતું,કલરના બિલો બનાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે એલસીબી પોલીસે ટેમ્પાની અંદર તલાસી લેતા કોથળામાં વિદેશી દારૂનો જથ્થો પાર્સલ કરેલ મળી આવ્યો હતો. સુરત એલસીબી પોલીસે પકડાયેલા ટેમ્પોમાં કુલ ૮.૭૬ લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. તે ઉપરાંત ટેમ્પો ચાલક અહમદ આદિલ અસગરઅલી શાહ અને રવિચંદ્ર બશુરાજની ધરપકડ કરી છે. પોલીસે ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપનાર ગોવાના રામ ભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે. તે સાથે જ દારૂ મંગાવનાર મેહુલ પટેલ અને ગોડાઉન સુધી માલ લઇ જવા આવનાર સંદીપ ચૌહાણને વોન્ટેડ જાહેર કર્યો છે.