રાજકોટ જિલ્લામાં સ્વાઈન ફ્લૂનો વધતો કહેર, ૧૬ કેસ નોંધાયા, એક મહિલાનું મોત

રાજકોટ જિલ્લામાં સ્વાઈન ફ્લૂનો કહેર વધતો જોવા મળ્યો છે. રાજકોટમાં કોટડાસાંગાણીની યુવતીનું સ્વાઈન ફ્લૂથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. રાજકોટ જિલ્લામાં એક માસમાં સ્વાઈન ફ્લૂના 16 દર્દી નોંધાયા છે. જેમાં જેતપુરમાં 5 કેસ નોંધાયા છે. તેમજ ધોરાજી, લોધીકા અને પડધરીમાં એક-એક સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઉપલેટા, જસદણ અને રાજકોટમાં સ્વાઈન ફ્લૂના 2 કેસ નોંધાયા છે.

બીજી તરફ અઠવાડિયા પહેલા વડોદરામાં કોરોનાના કેસ નોંધાયા હતા. વડોદરામાં ફરી કોરોનાના નવા 3 કેસ સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ નોંધાતા ચિંતા વધારી હતી. હાલ સયાજી હોસ્પિટલમાં કુલ 5 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 5 પૈકી એક દર્દીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતુ.