ગ્વાલિયર,
મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણી ૨૦૧૮માં ભાજપની થયેલ હાલને લઇ ભાજપ મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે જો ૨૦૧૮ની વિધાનસભા ચુંટણી બાદ મયપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજીનામું આપ્યું ન હોત તો પાર્ટી રાજયમાં સરકાર બનાવી લેત.વિજયવર્ગીયે કહ્યું કે ભાજપ વિય અને ચંબલના વિસ્તારોમાં બિલકુલ મજબુત સ્થિતિમાં ઉભી હતી તે કોંગ્રેસને જોરદાર ટકકર પણ આપી રહી હતી તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૮ના વિધાનસભા ચુંટણીઓથી પહેલા પણ આ રીતના દાવા કરવામાં આવી રહ્યાં હતાં પરંતુ ભગવા પાર્ટીએ આ વિસ્તારોમાં પોતાનો ઝંડો લહેરાવ્યો હતો. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૮માં અમારી સરકાર બની જાત કારણ કે અમને વધુ મત મળ્યા હતાં પરંતુ શિવરાજજીએ ઉતાવળથી કામ કર્યું. વિજયવર્ગીયે કહ્યું કે પાર્ટીએ અંતે દોઢ વર્ષ બાદ (જયોતિરાદિત્ય સિધિયાના નેતૃત્વમાં બળવો કર્યા બાદ કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર પડવા પર ) સરકાર બનાવી તેમને પુછવામાં આવ્યું હતું કે ચૌહાણે કંઇ રીતની ઉતાવળ કરી તો તેમણે કહ્યું કે (ચુંટણી પરિણામો બાદ ) રાજીનામુ આપી.
એ યાદ રહે કે વિજયવર્ગીય,નાગરિક ઉડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા અને ચૌહાણ મુરૈનામાં એક ભાજપ નેતાના પરિવારમાં આયોજીત લગ્ન સમારોહમાં ભાગ લેવા ગ્વાલિયર આવ્યા હતાં. તેમણે આશા વ્યકત કરી કે ભાજપ વર્ષ ૨૦૨૩ની વિધાનસભા ચુંટણીમાં પણ સત્તા કાયમ રાખશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની બાબતમાં તેમણે કહ્યું હતું કે તેનાથી ફકત લોકોનું મનોરંજન થઇ રહ્યું છે અને તેનો લાભ વિરોધ પક્ષ કોંગ્રેસને મળશે નહીં. ભાજપ નેતાએ કહ્યું કે રાહુલ ગાંધીને લોકો ગંભીરતાથી લેતા નથી તેમણે કહ્યું કે કોંગ્રેસ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં ખરાબ પ્રદર્સન કરશે