હાલોલ,હાલોલ તાલુકાના રામેશરા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પસાર થતી એચ.આર.વડોદરા બ્રાન્ચ કેનાલની પાળો બિસ્માર હાલતમાં જોવા મળી રહે છે. આ કેનાલની પાળો તાત્કાલિક દુરસ્ત કરવામાં નહિ આવે તો આવનારા સમયમાં આ કેનાલની પાળોને મસમોટુ નુકસાનની ભિતી સેવાઈ રહી છે.
હાલોલ તાલુકાના રામેશરા નજીકથી પસાર થતી 81.834 કિ.મી.નર્મદાની મુખ્ય કેનાલમાંથી એચ.આર.વડોદરા બ્રાન્ચ કેનાલ પસાર થઈ રહી છે. આ કેનાલથી વડોદરા જિલ્લાને પાણીનો સારો એવો લાભ મળી રહ્યો છે. ત્યારે આ બ્રાન્ચ કેનાલની પાળો પર કરવામાં આવેલ આરસીસી વર્ક તુટી ગયેલ હોય હાલમાં આ કેનાલની પાળો બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. હાલમાં આ કેનાલમાં પાણીનો પ્રવાસ સતત જોવા મળી રહ્યો છે. પાણીના પ્રવાહને કારણે આરસીસી વર્ક તુટી ગયેલ ભાગમાં પાણીના પ્રવાહના કારણે માટીના પાળા પર નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. સમય રહેતા કેનાલના આ ભાગને દુરસ્ત કરવામાં ન આવતે તો આવનારા સમયમાં દુર્ધટનના એંધાણો વર્તાઈ રહ્યા છે. આ અંગે લાગતુ વળગતુ તંત્ર સમય રહેતા આ બિસ્માર કેનાલો દુરસ્ત કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.