દાહોદ, લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. તમામ મતદાન મથકો પર મતદારો માટે ચૂંટણી દરમિયાન આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા તે અંગે કરવાના થતા આયોજન અંગે જીલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડે એ જરૂરી સુચનો કર્યા હતા.
દાહોદ જીલ્લામાં ધાનપુર તાલુકામાં આવેલ રત્નમહાલ રીછ અભ્યારણ ખાતે જીલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડેએ ભૂવેરો અને અલિન્દ્રાના મતદાન મથકોની મુલાકાત લઇ મતદાન મથક ખાતે આવેલ ઉપલબ્ધ આવશ્યક સુવિધાઓ બાબતે જાત નિરિક્ષણ કર્યું હતું અને સૂચનો કર્યા હતા.
આ મુલાકત દરમિયાન ધાનપુર મામલતદાર રાકેશ મોદી ,સહિત અધિકારી ઓ અને કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.