પ્રયાગરાજ,
યુપીના બાહુબલી મુખ્તાર અંસારીના ઘારાસભ્ય પુત્ર અબ્બાસ અંસારી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ મઉથી સુભાસપા એટલે કે, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ધારાસભ્ય અબ્બાસ અંસારીની મની લોન્ડરિંગના એક મામલે સતત પૂછપરછ બાદ ધરપકડ કરી છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગેંગસ્ટરમાંથી નેતા બનેલા બાહુબલી મુખ્તાર અંસારીના ૩૦ વર્ષીય પુત્ર અબ્બાસ અંસારીને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઈડ્ઢના કાર્યાલયમાં લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. મુખ્તાર અંસારી અને પરિવાર વિરુદ્ધ ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં અબ્બાસ અંસારીની ધરપકડ કરવામાં આવી છે. ગયા મહિને ઈડ્ઢએ મુખ્તાર અંસારીની રૂ. ૧.૪૮ કરોડ (રજિસ્ટ્રી મૂલ્ય)ની સાત અચલ સંપત્તિ જપ્ત કરી હતી.
પાંચ વખત ભૂતપૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી હાલમાં ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ છે. ૫૯ વર્ષીય મુખ્તાર અંસારીની ઈડીએ ગયા વર્ષે આ કેસમાં પૂછપરછ કરી હતી. ઓગસ્ટમાં કેન્દ્રીય તપાસ એજન્સી ઈડ્ઢએ મુખ્તારના મોટા ભાઈ અને બીએસપી સાંસદ અફઝલ અંસારીના દિલ્હીમાં સત્તાવાર નિવાસસ્થાન અને ગાઝીપુર, મોહમ્મદબાદ, મઉ અને લખનૌમાં કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા હતા.