દાહોદ,દાહોદ તાલુકાની મામલતદાર કચેરીમાં એક મહિલા સહિત બે ઈસમોએ ખોટુ મરણ પ્રમાણપત્ર બનાવી વારસાઈ કરાવી નામો દાખલ કરાવી એક વ્યક્તિની માલિકીની જમીનમાં વારસાઈ કરાવી દેતાં આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
દાહોદ તાલુકાના સમીલીયા ખુર્દ ગામે રહેતાં મહેશભાઈ કાન્તીભાઈ અમલીયાર તથા મોતલીબેન કાન્તીભાઈ અમલીયારે ગત તા.12.04.2023ના રોજ કાન્તીભાઈ નાગજીભાઈ અમલીયારના નામનું કાળીગામ ગ્રામ પંચાયતના સહી સિક્કાવાળુ ખોટુ મરણ પ્રમાણપત્ર બનાવી સાચા તરીકે તા.12.04.2023ના રોજ મામલતદાર કચેરી દાહોદ ખાતે રજુ કરી આ મરણ પ્રમાણપત્ર આધારે દાહોદ તાલુકાના સીમલીયા ખુર્દ ગામે ગામતળ ફળિયામાં રહેતાં તોલીયાભાઈ કીડીયાભાઈ અમલીયારની સીમલીયા ગામે આવેલ જમીનમાં વારસાઈ કરાવી ઉપરોક્ત બંન્ને ઈસમોએ પોતાના નામો દાખલ કરાવી એકબીજાની મદદગારી કરતાં આ સંબંધે તોલીયાભાઈ કીડીયાભાઈ અમલીયારે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.