દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક રહેણાંક મકાનમાંથી રૂા.1,72,100નો પ્રોહી જથ્થો કબજે કર્યાનું જ્યારે પોલીસને જોઈ મકાન માલિક નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
ગત તા.29મી માર્ચના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆના અંતેલા ગામે માળુ ફળિયામાં રહેતાં ઈશ્ર્વરભાઈ ભરતસિંહ ઉર્ફે ભારૂ પટેલના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી પાડતાં ઈશ્ર્વરભાઈ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.1186 કિંમત રૂા.1,72,100નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધે પીપલોદ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.