શું આપ આપના મતવિસ્તારના ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો?

  • KYC – ‘Know Your Candidate’ એપ્લિકેશન દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારની માહિતી મેળવી શકાશે જાણો (ઊંઢઈ)
  • ’KYC – ‘Know Your Candidate(KYC)ની મદદથી કોઈ પણ ઉમેદવારની ઉમેદવારી 5ત્ર સંબંધિત માહિતી, સોગંદનામાની વિગતો, ગુનાહિત ભૂતકાળની માહિતી મેળવી શકાશે

નડિયાદ, ભારતીય ચુંટણી આયોગ દ્વારા લોકસભા ચુંટણી 2024ના અનુસંધાને મતદાતાઓ માટે ’Know Your Candidate (KYC) નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. KYCની મદદથી ભારતનો કોઈ પણ મતદાર પોતાના મતવિસ્તારના ચૂંટણી ઉમેદવાર વિશે વિવિધ માહિતિ સરળતાથી મેળવી શકશે. આ એપ્લીકેશનની મદદથી કોઈપણ ઉમેદવારના ઉમેદવારી 5ત્ર સંબંધિત માહિતી, સોગંદનામાની વિગતો તથા ઉમેદવારના ગુનાહિત ભૂતકાળની પણ માહિતિ વિશે જાણી શકાશે.

કેવી રીતે કામ કરે છે ‘Know Your Candidate’ (KYC) એપ્લીકેશન?

સોપ્રથમ તો એન્ડ્રોઈડ યુઝરે ગુગલ પ્લે સ્ટોર અને આઈઓએસ યુઝરે એપ્પલ એપ સ્ટોર પર જઈ એપ સર્ચ બોક્ષમાં Know Your Candidate કીવર્ડ ટાઈપ કરવું. એટલે તરત જ કેવાયસી-ઈસીઆઈ નામ સાથેની ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા બનાવેલ એપ્લીકેશન તમારી સામે આવી જશે. આ ડાઉનલોડ કર્યા બાદ એપ્લીકેશન ચાલું કરતા જ પ્રોસીડ બટન પર ક્લીક કરવું. એટલે યુઝર સમક્ષ એક ઈન્ટરફેસ ઓપન થશે. જેમાં કોઈ પણ ઉમેદવારને તેના નામ દ્વારા અથવા મતવિસ્તારની વિગતોને આધારે શોધી શકાશે.

આ એપમાં જે તે ઉમેદવાર તેના ફોટો સાથે યુઝર સમક્ષ બતાવવામાં આવશે, જેમા તેની પાર્ટીનું નામ, આવેદન સ્ટેટસ અને મતવિસ્તારના નામની માહિતિ બતાવવમાં આવશે. સાથે જ આ વિગતોની નીચે એક ગ્રીન કલરની લાઈનમાં Criminal Antecedents (ગુનાહિત ઈતિહાસ) લખેલું હશે. જો Criminal Antecedents સામે No હોય તો તેનો અર્થ છે કે ઉમેદવારનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને જો ક્રિમિનલ એન્ટેસિડન્ટ્સ સામે ઢયત લખેલું હોય તો તેનો અર્થ છે કે ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ઊંઢઈ એપ દ્વારા ઢયત વાળા ઉમેદવાર પર ક્લિક કરીને તેના ક્રિમિનલ રેકોર્ડ વિશે વધુ વિગતે માહિતિ મેળવી શકશે. ઉપરાંત આ એપ્લિકેશનની મદદથી કુલ નામાંકન કરનાર ઉમેદવાર અને તેમાંથી ગુનાહિત ઈતિહાસ ધરાવનાર ઉમેદવારોની કુલ સંખ્યા પણ મેળવી શકાશે.

ઉમેદવારોની સંપતિ અને દેવા વગેરેની વિગતો પણ આ KYCએપ્લીકેશનના માધ્યમથી ઉપલબ્ધ થશે જેથી મતદારોને કોઈ ઉમેદવારોની બેનામી સંપતિ કે ભ્રષ્ટાચાર વિશે આકલન કરવાની સમજણ ઉભી થશે.

નોંધનીય છે કે ભારતના ચુંટણી આયોગની જોગવાઈ મુજબ ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ આ માહિતી ત્રણ વખત ટેલિવિઝન પર અખબારોમાં પ્રકાશિત કરવી અથવા જાહેર કરવી જરૂરી છે.