સંતરામપુર તાલુકાના બારીયા સમાજે મીટીંગમાં ઠરાવ કરી ખોટા રીવાજ બંંધ કરવાનું પાલન નહિ કરી તેના લગ્ન પ્રસંગમાં હાજરી નહી આપવી

સંતરામપુર, સંતરામપુર તાલુકાના ગોઠીબડા ગામે બારીયા સમાજમાં ખોટા રિવાજો બંધ કરવા માટેના ઠરાવ કરીને નિર્ણય લેવાયો નિયમોનું પાલન નહીં કરે તો કોઈપણ વ્યક્તિ બારીયા સમાજના લગ્ન પ્રસંગમાં હાજરી આપવી નહીં. સંતરામપુર તાલુકાના આદિવાસી સમાજ પછી હવે બારીયા સમાજમાં પણ આવી કાળજાળ મોંઘવારીમાં ખોટા રિવાજો બંધ કરવા માટે આજરોજ મીટીંગ યોજવામાં આવેલી હતી. આ મિટિંગમાં બારીયા સમાજ પગી, રાવળ, ખાંટ આ તમામ સમાજના અગ્રણીઓ ભેગા મળીને હવેથી કોઈપણ જગ્યાએ લગ્ન પ્રસંગમાં કે વાસ્તવમાંના કાર્યક્રમ યોજાય તો દરેક જગ્યાએ રીતરિવાજોનો નિયમોનું પાલન કરવાનું રહેશે. આજે સમાજના અગ્રણીઓ ભેગા થઈને મિટિંગનું આયોજન કરેલું હતું અને નિર્ણય લેવામાં આવેલો હતો. લગ્ન પ્રસંગમાં ઘોડા, ડીજે, બગી, ફટાકડા વધારાના વાસણો, કપડાંઓ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા. ભોજનમાં બિલકુલ નોર્મલ અને સાદુ ભોજન, દેશી વાજિંત્રા આ ચાલુ રાખી શકાશે. આ રીતે બારીયા સમાજની મીટીંગ યોગીને લગ્ન પ્રસંગના રિવાજો બદલવા માટેનો નિર્ણય કરવામાં આવેલો હતો. જો નિયમોનું પાલન નહીં કરવામાં આવી અને ઠરાવ કરવામાં આવેલો છે તેમ છતાં તેના વિરૂદ્ધ કાર્ય કરવામાં આવશે છોકરો હોય કે છોકરી હોય તેના લગ્ન પ્રસંગમાં બારીયા સમાજના કોઈપણ વ્યક્તિ હાજરી આપવી નહીં અને આપશે પણ નહીં.:- બારીયા અખમાભાઈ લાલાભાઇ