શહેરા,શહેરા ના ધારાપુર ગામ પાસે પસાર થતા રસ્તાની વચ્ચે પીવાના પાણીની લાઈન પાંચ મહિના ઉપરાંત થી લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થવા સાથે રસ્તાને પણ નુકશાન પહોંચી રહેલ છે.
શહેરા તાલુકાના ધારાપુર ગામ થી કોતરીયા જવાના ડામર રસ્તા ની વચ્ચે પાછલા કેટલાક મહિનાઓથી પાણીની લાઈન લીકેજ છે. પાણીની લાઈન લીકેજ વાળી જગ્યા પર મસ મોટો ખાડો પડી જવાના કારણે વાહન ચાલકોને પસાર થવામાં પણ તકલીફ પડી રહી હતી. પાણીની લાઈન લીકેજ હોવાના કારણે એક તરફ પાણીનો વેડફાટ થઈ રહી હોય તો બીજી તરફ રસ્તાને પણ નુકશાન પહોંચતા જાગૃત વાહન ચાલકોમાં તંત્ર સામે જોવા મળે તો નવાઈ નહી. જોકે આ રસ્તા ઉપર સતત વાહનોની અવરજવર રહેતી હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા લીકેજ પાણીની લાઈનની મરામત કરવામાં આવે તેવી માંગ અહીંથી પસાર થતા વાહન ચાલકો માંથી તેમજ સ્થાનિક ગ્રામજનોમાંથી ઉઠવા પામી હતી. રસ્તા પરથી પસાર થતા રમેશભાઈના જણાવ્યા અનુસાર રસ્તા ની વચ્ચે પાંચ મહિના કરતાં વધુ સમયથી પાણીની લાઈન લીકેજ હોવા સાથે મોટો ખાડો પડી જવાના કારણે પાણી પણ ભરાઈ રહ્યું હતું હોય છે. સંબંધિત તંત્ર પોતાની આળસ ખંખેરીને પાણીનો બચાવ થાય એ માટે તાત્કાલિક લીકેજ પાણીની લાઈનની મરામત યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે અને આ સિવાય અન્ય જગ્યાએ પણ આવી જ પરિસ્થિતિ હોય તો ત્યાં પણ જરૂરિયાત મુજબની કામગીરી હાથ ધરવામાં આવે તે પણ જરૂરી છે.